NAVTAR E- GNYANRATH PROJECT

નવતર ઈ જ્ઞાનરથ પ્રોજેક્ટ
પ્રસ્તાવના
    હાલના તબક્કે ટેક્નોલોજીનો શિક્ષણમાં વિનિયોગ વધવા લાગ્યો છે. ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણને સરળ અસરકારક અને રસપ્રદ બનાવાવુજ રહ્યું આ માટે ઈકન્ટેન્ પોતાની જરૂરીયાત મુજબ શિક્ષક થકી બનેતે જરૂરી છે. એટલુજ નહિ એક શાળા ની શેક્ષણિક સાધન સામગ્રી નો ઉપયોગ અન્ય શાળા પણ કરે તોજ કામની વહેચણી થશે અને સમય અને પૈસા ની બચત થશે. આ ઉપરાંત શાળાએ કરેલ કાર્ય સમાજ સુધી પહોચે અને અન્ય શાળા સુધી  પહોચે તે ખુબ જરૂરી છે આ મૂળ વિચાર ને ધ્યાનમાં લઈ ડાયટ નવસારી દ્વારા ઈ જ્ઞાનરથ પ્રોજેક્ટ અમલીકૃત બનાવવામાં આવેલ છે   
હેતુઓ
  શાળા કક્ષાએ ઈ કન્ટેન્ટ ની રચના કરવી.
•  એક શાળા દ્વારા તૈયાર થયેલ સામગ્રી નો અન્ય શાળા ઉપયોગ કરી શકે એ માટે ની વ્યવસ્થા ઉભી કરવી.
• શાળા દ્વારા થયેલ વિશિષ્ટ કાર્ય થી સમાજ અને અન્ય શાળા ને માહિતગાર કરવા.
• ઉપરોક્ત કાર્ય માટે ICT ની મદદ {બ્લોગ ની રચના કરવી} લેવી.
આયોજન  
• ડાયટ દ્વારા કેન્દ્ર દીઠ એક શિક્ષકને બ્લોગ અને વેબસાઈટ  રચના માટે તાલીમ બધ્ધ કરવો.
• ડાયટ દ્વારા પ્રાથમિક શાળા માં કાર્ય કરતા શિક્ષકોને ઈ કન્ટેન્ટ ની રચના માટે તાલીમ આપવી.
•  એક શાળા દ્વારા તૈયાર થયેલ સામગ્રી નો અન્ય શાળા ઉપયોગ કરી શકે એ માટે ICT શી રીતે ઉપયોગી બની શકે તેનાથી શિક્ષક્ને માહિત ગાર કરવા.
• શાળા દ્વારા થયેલ વિશિષ્ટ કાર્ય થી સમાજ અને અન્ય શાળા ને માહિતગાર કરવા માટે ICT શી રીતે ઉપયોગી બની શકે તેનાથી શિક્ષક્ને માહિત ગાર કરવા. 
અમલીકરણ
પ્રથમ તબક્કો
    ડાયટ દ્વારા કેન્દ્ર દીઠ એક શિક્ષકને બ્લોગ અને વેબસાઈટ  રચના માટે તાલીમ આપવામાં આવેલ છે.
   સપ્ટેમ્બર માસમાં ડાયટ દ્વારા પ્રાથમિક શાળા માં કાર્ય કરતા શિક્ષકોને ઈ કન્ટેન્ટ ની રચના માટે તાલીમ આપવામાં આવશે.
દ્વિતીય તબક્કો
     એક શાળા દ્વારા તૈયાર થયેલ સામગ્રી નો અન્ય શાળા ઉપયોગ કરી શકે એ માટે ICT ( બ્લોગ અને વેબસાઈટ )શી રીતે ઉપયોગી બની શકે તેનાથી શિક્ષક્ને માહિતગાર કરવામાં આવશે (સપ્ટેમ્બર દ્વિતીય સપ્તાહ). 
  શાળા દ્વારા થયેલ વિશિષ્ટ કાર્ય થી સમાજ અને અન્ય શાળા ને માહિતગાર કરવા માટે ICT (બ્લોગ અને વેબસાઈટ ) શી રીતે ઉપયોગી બની શકે તેનાથી શિક્ષક્ને માહિત ગાર કરવામાં આવશે (સપ્ટેમ્બર દ્વિતીય સપ્તાહ} 
તૃતીય તબક્કો
  ડાયટની મદદ થી કેન્દ્ર દીઠ એક શાળાના બ્લોગ ની રચના અને વેબસાઈટ ની રચના.
  ત્યાર બાદ ક્રમશ: અન્ય શાળા ને આવરી લેવામાં આવશે.
  બ્લોગ અને વેબસાઈટ સમ્પૂર્ણ શૈક્ષણિક બની રહે એ માટે શાળા ને જરૂરી માર્ગ દર્શન ડાયટ તરફથી આપવામાં આવશે.

ડાયટ નાં બ્લોગનું એડ્રેશ
http://navsaridiet.blogspot.in
પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્લોગની યાદી
http://navtarmorliprimaryschool.blogspot.in/
http://navtarravaniyadungarifaliyavargshala.blogspot.in


No comments:

Post a Comment